માર્ચ મહિનાની બ્લોગર કોન્ફરન્સ

મિત્રો,

ગયા મહિને અમેરિકા ખાતે ગુજરાતી બ્લોગર કોન્ફરન્સનું આયોજન થયું હતું કે જેનો મુખ્ય ઉદ્દેશ ટેકનોલોજીની ચકાસણી કરીને મોટા પાયા પર આ પ્રકારની કોન્ફરન્સ કરવાનો હતો. આપને જાણીને ખુબ જ આનંદ થશે કે હવે આ કોન્ફરન્સ વિશ્વનાં કોઇ પણ ગુજરાતી બ્લોગર માટે ખુલ્લી રાખવામાં આવી છે. આપને વિજયભાઇ શાહનો ઇમેઇલ મળી ગયો હશે કે જેમાં તેમણે માર્ચ મહિનાનાં પહેલા અઠવાડિયામાં થનારી કોન્ફરન્સનો સંકેત આપ્યો હતો. તો દોસ્તો, આપ ૮ મી માર્ચ, ૨૦૦૯ રવિવારે સવારે ૧૦:૦૦ (સેન્ટ્રલ) વાગે તૈયાર છો ને? વિગતો નોંધી લેશો.
તારીખઃ ૮ મી માર્ચ, ૨૦૦૯ રવિવાર
સમયઃ સવારે ૧૦:૦૦ (સેન્ટ્રલ) વાગે
ફોન નંબરઃ ૨૧૮ – ૩૩૯ – ૨૫૦૦
કોન્ફરન્સ એક્સેસ કોડઃ ૫૩૦૧૦૨#
યાહુ મેસેંજર આઇડીઃ vishal_monpara

આ કોન્ફરન્સના મુદ્દાઓ
૧) એકમેકનો પરિચય
૨) બ્લોગર આચાર સંહિતા વિશે માહિતી
૩) ગુજરાતી બ્લોગર તરીકેના નવા વિચારોની રજૂઆત
૪) આપની કૃતિઓનું આપના દ્વારા પઠન. (માત્ર એક/બે શેર પૂરતી મર્યાદિત રહેશે.)

સ્વયંશિસ્તતાના જરૂરી મુદ્દાઓ
૧) પાછલી કોન્ફરન્સની જેમ આ કોન્ફરન્સમાં આપણે સમયસર આવીશું.
૨) જો આપણને તકનીકી કોઇ મુશ્કેલી પડે તો યાહુ મેસેંજરમાં માત્ર ટાઇપ કરીને પ્રશ્ન રજૂ કરીશું.
૩) જ્યારે આપણો વારો આવે ત્યારે જ આપણે બોલીશું.
૪) જ્યારે જરૂર ન હોય ત્યારે આપણે *6 દબાવીને mute કરી દેશું. ફરી પાછું *6 દબાવવાથી unmute થશે કે જેથી આપણે બોલેલું અન્ય લોકો સાંભળી શકે.

થોડી તકનીકી માહિતી પણ જોઇ લઇએ.
૧) આ કોન્ફરન્સ માટે ફોન આવશ્યક છે કે જેથી આપ આ કોન્ફરન્સમાં ભાગ લઇ શકો છો. જો આપની પાસે કોમ્પ્યુટર, યાહુ મેસેંજર અને વેબ કેમેરા હોય તો સારુ પરંતુ તેની આવશ્યકતા નથી.
૨) આ ઇમેઇલમાં આપેલાં નંબર પર ફોન લગાવવાથી તે કોન્ફરન્સનો એક્સેસ નંબર માંગશે જે તમારે બટન દબાવીને આપવાનો હોય છે અને તરત જ તમે કોન્ફરન્સમાં જોડાઇ જાઓ છો.
૩) જો આપના કોમ્પ્યુટર પર યાહુ મેસેંજર હોય તો તેમાં લોગીન થઇને મારા યાહુ આઇડી vishal_monpara પર મેસેજ મોકલો. જો મારુ આઇડી આપના લીસ્ટમાં ન હોય તો પણ તમે Actions Menu > Send an Instant Message.. માં જઇને Other Contact માં મારું આ આઇડી નાખીને મને મેસેજ મોકલી શકો છો. હું તરત જ તમને યાહુ મેસેંજરની કોન્ફરન્સમાં જોડાવાનું આમંત્રણ આપી દઇશ.
૪) જો આપને કોઇ વ્યક્તિને કેમેરામાં જોવી હોય તો કોન્ફરન્સમાં હાજર રહેલી વ્યક્તિઓ જો યાહુ મેસેંજર પર હાજર હોય તો તેમનું નામ જમણી બાજુના લીસ્ટમાં હોય છે. નામ પર બે વાર ક્લીક કરવાથી આ વ્યક્તિ સાથેની અંગત વાતચીત માટેની એક વિન્ડો ખુલશે. તેમાં તમે તે વ્યક્તિને તેમનો કેમેરો જોવાની પરવાનગી માટેની વિનંતી કરી શકો છો.

આભાર
વિશાલ મોણપરા

Tags: , ,

Leave a Reply